લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / થરાદમાં હેલ્મેટ વગર ફરતા વાહનચાલકોને દંડ કરાયો

થરાદમા વાહનચેકીંગની ઝુંબેશ રાખવામાં આવી હતી.ત્યારે તેના અંતર્ગત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ વગર ફરતા 48 જેટલા વાહનચાલકોને દંડ કરી રૂ.24 હજારનો દંડ કરાયો હતો આ સિવાય અન્ય નિયમોના ભંગ બદલ રૂ.4 હજાર મળી કુલ રૂ.28 હજારના દંડની સ્થળ પર વસુલાત કરવામાં આવી હતી.થરાદ નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ.વારોતરીયા તથા ઇ.ચા. પોલીસ ઇન્સપેક્ટર સી.પી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ થરાદ શહેરમાં વાહનચેકીંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં હેલ્મેટ વગર,લાયસન્સ વગર,બ્લેક ફિલ્મ,શીટ બેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી દંડ વસુલ કરવામાં આવ્યો હતો જેમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા 48 ચાલકો પાસેથી રૂા.24 હજાર,બ્લેક ફિલ્મવાળા 7 વાહનચાલકો પાસેથી રૂા.3500, સીટ બેલ્ટ વગરના એક કાર ચાલક પાસેથી એન.સી સ્થળ દંડ રૂ.500 કરીને દંડ પેટે કુલ રૂા.28000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ એક વાહન ડિટેઈન કરવામાં આવ્યું હતું.