લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મેક્સિકોની એન્ડ્રિયા મિસ યુનિવર્સ બની,ભારત ચોથા સ્થાને આવ્યું

મેક્સિકોની એન્ડ્રિયા મેજાએ મિસ યુનિવર્સ 2020નો ખિતાબ પોતાના નામે કર્યો છે.જેમાં પૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની ટૂંજીએ તેને તાજ પહેરાવ્યો હતો.આમ ફ્લોરિડા ખાતે યોજાયેલી ઈવેન્ટમાં બ્રાઝિલની જુલિયા ગામા ફર્સ્ટ રનરઅપ રહી હતી.જ્યારે પેરૂની જેનિક મકેટા સેકન્ડ રનરઅપ રહી હતી.આ સ્પર્ધામાં ભારતની એડલિન કાસ્ટેલિનો થર્ડ રનરઅપ,જ્યારે ડોમિનિકન રિપબ્લિકની કિમ્બરલી પેરેઝ ફોર્થ રનરઅપ બની હતી.આમ મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતે ટોપ 5માં જગ્યા બનાવી છે. સ્પર્ધામાં એડલિન કાસ્ટેલિનોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ચોથા નંબર પર જગ્યા બનાવી હતી.આમ આ સ્પર્ધામાં મેક્સિકો,ડોમિનિકન રિપબ્લિક,ભારત,પેરૂ અને બ્રાઝિલ ટોપ-5માં આવ્યા હતા.