મેક્સિકોમા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે આંચકાની તીવ્રતા 6.9ની હતી. પરંતુ બાદમાં નેશનલ સીસ્મોલોજીકલ સર્વિસે મેક્સિકોના પ્રશાંત તટ ખાતે આવેલા ભૂકંપની તીવ્રતાને અપડેટ કરીને 7.1 કરી દીધી હતી. ભૂકંપ પહેલા હિડાલ્ગો રાજ્યના તુલા શહેરમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં અનેક લોકોના મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો ડરના માર્યા પોતપોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જે ભૂકંપનું એપીસેન્ટર ગ્યુરેરો રાજ્યમાં અકાપુલ્કોના દરિયાકિનારાના રિસોર્ટથી 14 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું. આમ ભૂકંપના કારણે અકાપુલ્કોમાં અનેક ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું. આમ અચાનક પૂર આવવાના કારણે વીજળીના પુરવઠા અને ઓક્સિજન થેરાપીને અસર પહોંચી હતી અને સેન્ટ્રલ મેક્સિકોની એક હોસ્પિટલમાં ઓછામાં ઓછા 17 દર્દીઓના મોત થયા હતા. જ્યારે 56 લોકોને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved