સોફ્ટવેરની ખામીને કારણે મર્સિડિસ અમેરિકી માર્કેટમાંથી 12.9 લાખ જેટલી કારો પરત ખેંચશે.આમ કાર માર્કેટમાંથી પરત લેવાની શરૂઆત આગામી એપ્રિલ મહિનાથી કરશે.આમ પ્રતિષ્ઠિત કંપનીઓની પ્રોડક્ટમાં જ્યારે ખામી સર્જાય ત્યારે તેમને પરત ખેંચવી અનિવાર્ય બની જતી હોય છે.આમ વળી યુરોપ-અમેરિકામાં સલામતીના ધારાધોરણો બહુ ઊંચા છે.ત્યારે ગાડીમાં ખામી હોવાને કારણે અકસ્માત સર્જાય તો કોઈનો જીવ જઈ શકે અને કંપનીને આકરો દંડ પણ થાય છે.
આમ ગાડીમાં ઈ-કોલ નામનું સોફ્ટવેર હોય છે.જે સોફ્ટવેરનો ઉપયોગ અકસ્માત વખતે ઈમર્જન્સીમાં ગાડીનું લોકેશન દર્શાવવા માટે થાય છે.પરંતુ તપાસ દરમિયાન સોફ્ટવેર ગાડીનું સાચુ સરનામુ દર્શાવતું ન હોવાનું જણાયુ હતુ.જે અકસ્માત વખતે ભારે પડી શકે છે.જે ગાડીઓ પરત ખેંચવાની છે એ વર્ષ 2016 થી 2021 સુધીમાં વેચાઈ છે.જે ગાડીઓમાં મર્સિડિસના વિવિધ ક્લાસનો પણ સમાવેશ થઈ જાય છે.કંપનીએ જણાવ્યુ હતુ કે લોકેશન તથા ઈમર્જન્સી મદદ અંગેની અન્ય સુવિધાઓ તો કામ કરે છે પરંતુ આ એક સોફ્ટવેરમાં ખામી હવે અમારા ધ્યાનમાં આવી છે.ત્યારે અમે એ સુધારવા કટિબદ્ધ છીએ.આમ યુરોપ-અમેરિકા-જાપાન વગેરે દેશોમાં વાહન અકસ્માતનું એક કારણ વાહન સલામતી માટેના કડક કાયદાઓ છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved