અમદાવાદ કોરોના અને નીટ-કાઉન્સેલિંગના અનામત વિવાદને લઈને એમબીબીએસના પ્રવેશ સાત મહિના જેટલા મોડા થયા છે.જેથી નેશનલ મેડિકલ કમિશન દ્વારા વર્ષ 2021ની બેચ માટે નવુ એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યુ છે.જે મુજબ 14મી ફેબુ્આરીથી એમબીબીએસના પ્રથમ વર્ષ માટેની ટર્મ શરૂ કરી દેવાશે અને દર વર્ષે એક સપ્તાહ જેટલુ ઉનાળુ અને દિવાળી વેકેશન ઘટાડી તેમજ ફાઉન્ડેશન કોર્સ સપ્તાહના અંતે અને રજાઓમા ભણાવી 53 માસમા કોર્સ પુરો કરી દેવાશે.એમબીબીએસમાં દર વર્ષે જુન-જુલાઈમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા બાદ 31મી ઓગસ્ટ સુધીમાં પ્રવેશપ્રક્રિયા પૂર્ણ કરી દેવાય છે અને સપ્ટેમ્બરમાં એકેડમિક ટર્મ શરૂ કરી દેવાય છે.એમસીઆઈના અગાઉના કેલેન્ડર મુજબ દર વર્ષે કોમન એકેડમિક કેલેન્ડર મુજબ દેશમાં એમબીબીએસનો કોર્સ ભણાવાય છે અને પ્રવેશ થાય છે.જોકે આ વર્ષે કોરોનાને લીધે નીટ મોડી લેવાતા પરિણામ મોડુ આવવા સાથે પીજી નીટ-કાઉન્સેલિંગમાં અનામતના વિવાદને લઈને વર્ષ 2021ની બેચના યુજી-પીજી મેડિકલ પ્રવેશ ખૂબ મોડા થયા છે.જેમાં એમબીબીએસના પ્રવેશ લગભગ સાત મહિના જેટલા મોડા થયા છે.જેને લઈને નેશનલ મેડિકલ કમિશન દ્વારા વર્ષ 2021ની બેચ માટે એકેડેમિક કરિક્યુકલમ સ્ટ્રકચર અને કરિક્યુલમ કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે.જે મુજબ 14મી ફેબુ્આરીથી શૈક્ષણિક સત્ર-એકેડમિક ટર્મ શરૂ કરી દેવાશે.એક મહિનાનો ફાઉન્ડેશન કોર્સ કે જે પ્રથમ પ્રોફેશનલ વર્ષમાં સમાવી લેવાશે અને પ્રથમ પ્રોફેશનલ વર્ષ 13 મહિનાને બદલે 11 મહિનામા પુરુ કરી દેવાશે.દરેક પ્રોફેશનલ વર્ષમાં ટ્રેનિંગ એક મહિનાની કરી દેવાશે.ફાઈનલ પ્રોફેશનલ પરીક્ષા જુન 2026માં લઈ લેવાની રહેશે.નેશનલ મેડિકલ કમિશને સૂચવેલા કેલેન્ડર મુજબ 53 માસમાં એમબીબીએસનો 5 વર્ષનો કોર્સ પુરો કરાશે તેમજ જુલાઈ 2026માં ઈન્ટર્નશિપ શરૂ કરી દેવાની રહેશે.દર વર્ષે ઉનાળુ અને શિયાળુ વેકેશન એક-એક સપ્તાહ જેટલુ ઘટાડી દેવાશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved