લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મણીપુર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે ઉમેદવારો જાહેર કર્યા

મણીપુરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 60 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.જેમાં મણીપુરના વર્તમાન મુખ્યમંત્રી એન.બીરેનસિંહ પણ ચૂંટણી લડવાના છે.જેમાં બે ઉમેદવારોને બાદ કરતા અગાઉ ચૂંટણી લડેલા તમામ નેતાઓને ભાજપે ફરી ટિકિટ આપી છે.જેમાં ચાર આંતરરાષ્ટ્રીય રમતવીર,3 નિવૃત્ત આઈએએસ અધિકારીઓ અને 3 મહિલાઓ અને યુવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.મણીપુરમાં આગામી 27 ફેબ્રુઆરી તેમજ 3 માર્ચે મતદાન થવાનુ છે.બીજીતરફ કોંગ્રેસે પણ રાજ્યમાં ચૂંટણીને અનુલક્ષીને 40 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના નામ પણ સામેલ છે.