લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મમતા બેનર્જીએ કે.એમ.સી ચૂંટણીમાં વિજય બાદ કામાખ્યા મંદિરમાં પૂજા કરી

કોલકાતા નગર નિગમની ચૂંટણીમાં વિજય બાદ તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ આસામના ગુવાહાટી ખાતે માતા કામાખ્યા દેવીના મંદિરમાં પૂજા કરી હતી આશીર્વાદ માગ્યા હતા. કોલકાતા નગર નિગમની ચૂંટણીમાં 144 બેઠકો પરથી 134 બેઠકો પર ટીએમસીને વિજય મળ્યો છે. જ્યારે ભાજપને 3 બેઠક કોંગ્રેસને 2 બેઠક,લેફ્ટને 2 બેઠક પર જીત મળી છે. આ સિવાય 3 બેઠકો પર અપક્ષને જીત મળી છે. જેમાં ટીએમસીને 71.95 ટકા મત મળ્યા હતા,જ્યારે ભાજપને 08.94 ટકા,કોંગ્રેસને 04.47 ટકા,લેફ્ટને 11 ટકા મત મળ્યા છે.