લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ,ઊંઝાના અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ થયો

મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જિલ્લામાં ઠેરઠેર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જિલ્લાના ઊંઝા,વડનગર અને વિસનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ઊંઝા અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. જ્યારે બીજીતરફ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે બનાસકાંઠા,પાટણ,મહેસાણા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આમ ઊંઝા શહેરમાં જવા માટે બનાવવામાં આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. જ્યારે મહેસાણા શહેરમાં આવેલા ગોપીનાળામાં પાણી ભરાઈ જતા એકબાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.