લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 11.73 ઇંચ વરસાદ પડ્યો,સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવાત

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેમાં જિલ્લાના તમામ તાલુકાઓ પાણી પાણી થઈ ગયા હતા.આમ મહેસાણામાં સતત બીજા દિવસે પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.આમ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.જેમાં ઊંઝામાં 09 મીમી,કડીમાં 14 મીમી,ખેરાલુમાં 04 મીમી,જોટાણામાં 2.24 મીમી,બેચરાજીમાં 2.28 મીમી,મહેસાણામાં 3.77 મીમી,વડનગરમાં 20 મીમી,સતલાસણામાં 02 મીમી વરસાદ નોંધાયો હતો.જ્યારે મહેસાણા તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.જેમાં સતલાસણામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.