લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી 2 થી 5 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રના વિદર્ભમાં ભારે વર્ષાની આગાહી કરવામાં આવી

હવામાન ખાતાએ જણાવ્યુ છે કે મુંબઇમા વરસાદનો આંકડો 101.20 ઇંચ નોંધાયો છે. જેમાં આવતા 24 કલાક દરમિયાન પાલઘરમાં ભારે વર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. આવતા 24 કલાક દરમિયાન રાજ્યના મુંબઇ,થાણે,રાયગઢમાં હળવાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. જ્યારે આગામી 2 થી 5 સપ્ટેમ્બર દરમિયાન વિદર્ભનાં નાગપુર,વર્ધા,અમરાવતી,વાશીમ,બુલઢાણા સહિતના વિસ્તારમા ભારે વર્ષા થવાની સંભાવના છે. આમ છેલ્લા 24 કલાક દરમિયાન કોલાબામાં 57.2 મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં 108.4 મિલિમીટર વરસાદ નોધાયો છે.
વર્તમાન સમયમાં નૈઋત્યનું ચોમાસુ ઉત્તર કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા અને ગુજરાતમાં અતિસક્રિય છે. અરબી સમુદ્ર ઉપર 5.8 થી 7.6 કિલોમીટરના અંતરે પૂર્વ-પશ્ચિમના પવનો વચ્ચે તીવ્ર ટક્કર થઇ રહી છે.તે સાથે મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આકાશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે ત્યારે આવાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આ વિસ્તારોમાં સંતોષજનક વર્ષા થવાની શક્યતા છે.