Error: Server configuration issue
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટમાં લાઈટ કનેક્શનને લઈને ઘમાસાણ થતાં હવે ભાજપે આ મુદ્દે દેખાવો કરવા માટે મેદાનમાં આવી છે.જેમાં મહારાષ્ટ્રની સરકારી વીજકંપનીએ બિલ નહીં ભરનારા 75 લાખ ગ્રાહકોના વીજજોડાણ કાપી નાંખવાનુ નક્કી કર્યુ છે અને તેનાથી લગભગ 4 કરોડ લોકો પ્રભાવિત થાય તેમ છે.આ નિર્ણય સામે ભાજપે વિરોધ શરૂ કર્યો છે અને ભાજપના નેતાઓ વિવિધ જિલ્લામાં વીજકંપનીની ઓફિસો બહાર પ્રદર્શન કરી રહ્યા છે.
આમ કોરોના સંકટમાં નોકરીઓ જતી રહેવાથી લોકો બિલ નથી ભરી શક્યા.મહારાષ્ટ્ર સરકારે કોરોનાકાળના શરૂઆતના તબક્કે વાયદો કર્યો હતો કે વીજળી બિલ માફ કરવામાં આવશે પરંતુ હવે સરકાર પોતાના વાયદાથી ફરી ગઈ છે.ત્યારે ભાજપના નેતાઓ માંગણી કરી રહ્યા છે કે વીજબિલની રકમનો ખર્ચો સરકાર ઉઠાવે અને લોકોના વીજજોડાણ કાપે નહીં
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved