લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રની ઈંગ્લીશ મિડિયમની સ્કૂલો આગામી 17મીથી શરૂ થશે

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધતાં 15 ફેબુ્આરી સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમછતાં 17મી જાન્યુઆરીથી રાજ્યના જે વિસ્તારમાં કોરોનાનો પ્રકોપ ઓછો છે,ત્યાં ખાનગી અંગ્રેજી માધ્યમની અધિકાંશ સ્કૂલો શરૂ થવાની હોવાની માહિતી આપવામાં આવી છે.મહારાષ્ટ્ર ઈંગ્લિશ માધ્યમ સ્કૂલ ટ્રસ્ટીઝ એસોસિએશન સાથે રાજ્યમાં 18 હજાર સ્કૂલો સંકળાયેલી છે. જે વિસ્તારમાં કોરોનાનું સંકટ ઓછું છે, ત્યાં વિદ્યાર્થીઓને નિયમ પાળી સ્કૂલોમાં બોલાવવાનો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.