લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ ગાજવીજ અને તોફાની પવન સાથે વર્ષાનો માહોલ સર્જાશે

હવામાન ખાતા મુજબ નૈઋત્યનું ચોમાસુ માલદીવ,કોમોરીન,પશ્ચિમ બંગાળના નૈઋત્ય અને અગ્નિ હિસ્સામાં આગળ વધ્યુ છે.ત્યારે તમામ કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં હોવાથી નૈઋત્યની વર્ષાઋતુ સરળતાથી આગળ વધી રહી છે.ત્યારે બીજીબાજુ સિવિયર સાયક્લોનમાં ફેરવાઇ ગયેલુ યાસ સાયક્લોન પશ્ચિમ બંગાળના ઉપસાગરના વાયવ્ય અને પશ્ચિમ-મધ્ય હિસ્સામાં અને વાયવ્ય દિશા તરફ દર કલાકે 15 કિલોમીટરે આગળ વધ્યું છે.જ્યારે યાસ ઉત્તર-વાયવ્ય તરફ આગળ વધીને વેરી સિવિયર સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરીને 26મેની વહેલી સવારે ઉત્તર ઓડીશાના ધર્મા બંદર નજીક પહોંચશે.ત્યારબાદ ઉત્તર ઓડીશા-બંગાળના અજ્ઞાતના પારાદીપ અને સાગર ટાપુઓ વચ્ચેથી પસાર થશે.તેની વ્યાપક અસરથી બંગાળ,ઓડીશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાય તેવાં પરિબળો છે.આમ મુંબઇમાં આવનારા 48 કલાક દરમિયાન આકાશ વાદળિયું રહે તેવી સંભાવના છે.