લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશન માટે બાળકોની વયમર્યાદા નિશ્ચિત કરાઇ

શૈક્ષણિક વર્ષ 2022-23ના સ્કૂલ એડમિશન માટે બાળકોની ઓછામાં ઓછી વય કેટલી હોવી જોઈએ તે બાબતની સૂચના પ્રાથમિક શિક્ષણ સંચાલન દ્વારા જાહેર કરી છે તે અનુસાર 1 ઓક્ટોબર 2018 થી 31 ડિસેમ્બર 2019 દરમ્યાન જન્મેલાં બાળકો નર્સરીમાં એડમિશન લઈ શકશે. તેમજ 1 ઓક્ટોબર 2015 થી 31 ડિસેમ્બર,2016 દરમ્યાન જન્મેલાં બાળકો ધોરણ 1માં એડમિશન લઈ શકશે.સ્કૂલ એડમિશનમા બાળકોની ઓછામાં ઓછી વયમર્યાદા વર્ષાંત સુધીની કરવામાં આવી છે. પ્રિ-પ્રાયમરી અર્થાત કે.જી.એડમિશન સમયે બાળકની વય કેટલી હોવી જોઈએ,કઈ ઉંમરે એડમિશન લેવું તે બાબત વાલી પર અવલંબિત રખાઈ છે. તેમજ કે.જી એડમિશન સમયે બાળકની ઉંમરનું કારણ આપી સ્કૂલો એડમિશન નકારી શકશે નહી. આ સિવાય પ્લે ગ્રૂપમાં એડમિશન માટે ઓછામાં ઓછાં ૩ વર્ષ,જુનિયર કેજી માટે ચાર વર્ષ,સિનીયર કેજી માટે પાંચ વર્ષ અને ધોરણ 1 માટે છ વર્ષની વય રખાઈ છે.