મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસો રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાઈ શકે છે.જેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરોની તાકિદની બેઠક બોલાવી છે.આ બેઠકમાં તેઓ રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ અંગે સમીક્ષા કરશે. ત્યારબાદ તમામ જિલ્લાઓમાંથી રિપોર્ટ મળ્યા બાદ લોકડાઉન લાગુ કરવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.આમ મહારાષ્ટ્રના બીડ જીલ્લામા આજથી લોકડાઉન શરૂ થઈ ગયું છે જે આગામી 4 એપ્રિલ સુધી અમલી રહેશે.આ પહેલાં નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું હતું.
અજિત પવારે મુખ્યમંત્રી ઠાકરેને મળીને પૂના સહિતના રાજ્યના તમામ વિસ્તારોમાં કોરોનાને લઈને રિપોર્ટ રજૂ કર્યો હતો.આમ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી ઠાકરે તેમજ તેમના મંત્રી પુત્ર આદિત્ય ઠાકરે પણ કોરોનાગ્રસ્ત થઈ ગયા છે.
આમ રાજ્યના પરભણી,અમરાવતી,નાંદેડ,પૂના સહિતના જિલ્લાઓમાં નાઈટ કર્ફયુ લાગુ છે.આ ઉપરાંત મુંબઈમાં કોઈપણ મોલમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ જરૂરી કરાયો છે.આમ મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી દરરોજ 25,000થી વધુ કેસ મળી રહ્યા છે અને છેલ્લા 3 દિવસમાં 1 લાખ જેટલા કેસ મળી આવ્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved