દેશના કેટલાક રાજ્યોમાં વરસાદને પગલે ગરમીથી રાહત મળી છે પણ જાનમાલનું નુકસાન પણ થયું છે.વરસાદ આધારિત ઘટનાઓમાં ઉત્તરાખંડમાં 4 લોકોનાં મોત થયા છે અને રાજસ્થાનમાં 4 લોકો ઘાયલ થયા છે.બીજીતરફ ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે પડેલા વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાઇ થયા હતાં અને અલગ- અલગ ઘટનાઓમાં લોકોનાં મોત થયા છે.જેમાં હરીદ્વાર જિલ્લામાં બે,પૌરી અને નૈનિતાલ જિલ્લામાં એક-એક વ્યકિતનું મોત થયું છે.જ્યારે અન્ય ઘટનામાં હરિયાણાના સોનીપતથી આવેલ શ્રદ્ધાળુનું પણ ઝાડ પડી જવાથી મોત થયું હતું.આમ દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.જમ્મુ- કાશ્મીરના રામબાણ જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે થોડાસમય માટે બંધ રાખવામાં આવ્યો હતો.રાજસ્થાનમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડેલા વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved