લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું

જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યને વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.રાષ્ટ્રીય કક્ષાએ ભારતના બે અભયારણ્ય જેમાં જામનગર જિલ્લાનું ખીજડીયા પક્ષી અભયારણ્ય અને ઉત્તરપ્રદેશના બખીરા અભયારણ્યને રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે.આ સાથે દેશમાં રામસર સાઇટની સંખ્યા 49 થઇ ગઈ છે.વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે.આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ 1960ના દાયકામાં વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઇટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઇ હતીઅને વર્ષ 1971માં ઇરાનના રામસર શહેર ખાતે નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઇ હતી.જેને રામસર સંધી તરીકે ઓળખવામાં આવી છે.જેમાં પક્ષીઓના રક્ષણ માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.આ શ્રેણીમાં સાઇટનું પ્રથમ બહુમાન ઇસ.1981માં ઓડિસાના ચિલકા તળાવ અને રાજસ્થાનના દેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાગનને મળ્યું હતું.આ સિવાય વર્ષ 2012માં ગુજરાતના નળસરોવરને પ્રથમ રામસર સાઇટ જાહેર કર્યા બાદ મહેસાણા પાસેનું થોળ સરોવર અને ડભોઇ નજીકનું વઢવાણા તળાવને રામસર યાદીમાં સ્થાન અપાયા બાદ ગુજરાતના જામનગર શહેર નજીક ખીજડીયા પક્ષી અભયારણ્યનો સમાવેશ કરતા ગુજરાતની 4 સાઇટને અને દેશની કુલ 49 સાઇટ્સને રામસર સંરક્ષણ યાદીમાં સમાવિષ્ટ થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.