લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેદારનાથ યાત્રા દરમિયાન મહિલા પરિવારથી અલગ થઈ ગઈ

ટેકનોલોજીએ લોકોના જીવનમાં ઘણા પરિવર્તન કર્યા છે.જેમાં રોજબરોજ ક્રાંતિ આવી રહી છે.ત્યારે તાજેતરમા એક મહિલાનું ટેકનોલોજીની મદદથી પોતાના પરિવાર સાથે મિલન થઈ ગયુ છે.જેમાં ગૂગલ ટ્રાન્સલેટે આંધ્ર પ્રદેશની 68 વર્ષીય મહિલાને કેદારનાથમાં પોતાના પરિવાર સાથે પુર્નમિલન કરાવ્યુ છે.આમ કેદારનાથથી પાછા ફરતી વખતે વૃદ્ધ મહિલા ખરાબ હવામાનના કારણે પોતાના પરિવારથી અલગ થઈ ગઈ હતી.જેઓને માત્ર તેલુગુ ભાષા જ આવડતી હતી.તેવા સમયે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહિલાની મદદ કરવાનું વિચાર્યુ હતું.જેમાં પોલીસે તેમની સાથે અંગ્રેજી અને હિંદીમાં સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કંઈ પરિણામ મળ્યુ નહી.બાદમાં તેમણે ટ્રાન્સલેટની મદદ લીધી અને એ સમજવાનો પ્રયત્ન કર્યો કે તેઓ શેના વિશે વાત કરી રહ્યા હતા.આ સાથે તેમના પરિવારજનોને શોધવા માટે પણ જાણકારી પ્રાપ્ત કરી હતી.