લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / કે.પી શર્મા ઓલી 3 દિવસ બાદ ફરી નેપાળના વડાપ્રધાન બન્યા

કે.પી શર્મા ઓલી વિશ્વાસ મત હાર્યાને ત્રણ દિવસ બાદ ફરી નેપાળના વડાપ્રધાનપદે આરૂઢ થયા છે.ત્યારે રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ શુક્રવાર સાંજે તેમને પદ અને ગોપનીયતના શપથ અપાવ્યા હતા.આમ બંધારણ મુજબ બે કે તેથી વધુ પાર્ટીઓ ભેગી મળીને 271 સભ્યવાળા ગૃહમાં 136 સીટ મેળવવાની હતી.પરંતુ ડેડલાઈન પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિપક્ષી દળ દ્વારા તમામ પ્રયાસ કરવા છતાં આ આંકડા સુધી પહોંચી ન શકતા વડાપ્રધાન ઓલીને ફરી ચૂંટવામાં આવ્યા હતા.આમ ઓલીને એક મહિનામાં સંસદમાં બહુમતી સાબિત કરવી પડશે.જો એવું ન થયું તો સંસદને ફરી ભંગ કરવામાં આવશે અને દેશમાં ચૂંટણી થશે.