જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા શહેરમાં એકીસાથે 2 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં વરસાદને લઇને તળાવમાં પાણીની આવક શરૂ થઇ હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અડધો ઇંચથી ચાર ઇંચ જેટલો વરસાદ થતા અનેક ચેકડેમો સહિત જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. આ ઉપરાંત કાલાવડ,ધ્રોળ અને જોડિયા પંથકમાં બપોર બાદ ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે. ત્યારે વરસાદને લઇને અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. ત્યારે બીજીતરફ જોડીયામાં 77 મી.મી, ધ્રોલમાં 67 મીમી, લાલપુરમાં 34 મીમી વરસાદ, જામજોધપુરમા 15 મીમી વરસાદ નોંધાયો છે. આમ જામનગર જિલ્લામાં 24 જળાશયો આવેલા છે. જેમાં સસોઇ ડેમ ઉપર 50 મી.મી, પન્ના ડેમમાં 30 મી.મી, ફુલઝર-1માં 25 મી.મી, સપડા 70 મી.મી, ફૂલઝર-2માં 30 મી.મી, વિજરખી ડેમમાં 45 મી.મી., ડાયમીણસારમાં 20 મી.મી., રણજીસાગર ડેમમાં 45 મી.મી., ફોફળ-2માં 30 મી.મી., ઉંડ-3માં 20 મી.મી., આજી-4માં 79 મી.મી, રંગમતીમાં 30 મી.મી, ઉંડ-1 60 મી.મી, કંકાવટીમાં 60 મી.મી, ઉંડ-2માં 88 મી.મી., વોડિસંગમાં 40 મી.મી, ફૂલઝર (કો.બા) 20 મી.મી, રૂપાવટીમાં 30 મી.મી, રૂપારેલમાં 40 મી.મી, બાલંભડી 30 મી.મી, ઉમિયાસાગર 30 મી.મી, વાગડીયામાં 15 મી.મી, ઉંડ-4માં 42 મી.મી. વરસાદ ડેમ સાઇડ ઉપર નોંધાયો હતો.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved