લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જાફરાબાદના દરિયામા ઉંચા મોજા ઉછળ્યા,વાવાઝોડાના પગલે તંત્ર સજ્જ બન્યું

સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડા સામે તંત્ર તૈયારી કરી રહ્યું છે.ત્યારે અમરેલી જિલ્લામા વાવાઝોડા સામે જાફરાબાદ ખાતે એનડીઆરએફની 65 સભ્યોની ટીમ આવી પહોંચી છે.આ ઉપરાંત વધુ એક ટીમ પણ મોડીરાત સુધીમાં પહોંચશે.આમ તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસર અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે.જ્યારે જાફરાબાદમાં બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે ઉંચા મોજા ઉછળી રહ્યા છે.