લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇપીએલ સપ્ટેમ્બરમાં રમાશે તો 6 દેશોના ખેલાડીઓ રમી નહી શકે

આગામી સપ્ટેમ્બર માસમાં આઈપીએલનો બીજો તબક્કો રમાડવાને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની મુશ્કેલીઓ વધી શકે છે.આમ આ સમયમાં મોટાભાગની ટીમો આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં વ્યસ્ત હશે.જેમાં ઈંગ્લેન્ડ,ન્યુઝીલેન્ડ,સાઉથ આફ્રિકા,ઓસ્ટ્રેલિયા,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિતની ટીમો સામેલ છે.જેમાં માત્ર વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ કોઈ પ્રવાસ ન હોવાને કારણે આઈપીએલ રમવા આવી શકે તેમ છે.ત્યારે બીસીસીઆઈ બાકી બચેલી 31 મેચને સપ્ટેમ્બરના અંતમાં મળી રહેલી વિન્ડોમાં પૂરી કરવા માંગે છે.જેના માટે બીસીસીઆઈ 20 દિવસની વિન્ડો શોધી રહી છે.આમ ઈંગ્લેન્ડ,યુએઈ,ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સહિતના દેશોએ આ ટૂર્નામેન્ટને હોસ્ટ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.