ભારતીય ક્રિકેટ બોર્ડે અમદાવાદની ફ્રેન્ચાઈઝી ખરીદનારી સીવીસી કેપિટલ્સને ક્લિનચિટ આપતાં નવી ફ્રેન્ચાઈઝીની ટીમ પસંદગીની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે નવી દિલ્હીમાં મળેલી આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલની મિટિંગમાં આઇપીએલમાં બે નવી ફ્રેન્ચાઈઝીને સત્તાવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેની સાથે સાથે બંને ટીમોને ખેલાડીઓની પસંદગી માટે 10 થી 14 દિવસ આપવામાં આવશે.જ્યારે અન્ય ફ્રેન્ચાઈઝીઓએ પડતા મૂકેલા ખેલાડીઓમાંથી બંને ફ્રેન્ચાઈઝીઓ મહત્તમ 3-3 ખેલાડીઓની પસંદગી કરી શકશે. જેમાં એક વિદેશી ખેલાડી સામેલ હોઈ શકે છે. સંજીવ ગોયન્કાના આરપીએસજી ગ્રુપે લખનઉની ફ્રેન્ચાઈઝી રૂ.7090 કરોડમાં જ્યારે સીવીસીએ અમદાવાદની ફ્રેન્ચાઈઝી રૂ.5625 કરોડમાં ખરીદી હતી.લખનઉની ફ્રેન્ચાઈઝીના કેપ્ટન તરીકે લોકેશ રાહુલનું નામ હોટફેવરિટ છે. જ્યારે હાર્દિક પંડયાનું નામ અમદાવાદની ટીમના કેપ્ટન તરીકે ચર્ચામાં છે.ત્યારે આઇપીએલનું મેગા ઓક્શન તા.12-13 ફેબુ્આરીએ બેંગાલુરુમાં યોજાશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved