Error: Server configuration issue
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનનો માર્ચના અંતે પ્રારંભ થશે. જેમાં આ વખતે આઈપીએલમાં 8ને બદલે 10 ટીમો મેદાનમાં આમને-સામને થશે. જેમાં આઈપીએલની લખનઉ ફ્રેન્ચાઈઝે પોતાનું સત્તાવાર નામ જાહેર કર્યું છે. આઈપીએલ લખનઉની ટીમનું નામ સુપર જાયન્ટ્સ રહેશે.જેમાં ભારતીય ક્રિકેટર કે એલ રાહુલને અગાઉ રૂ.17 કરોડમાં ગોએન્કા ગ્રુપની લખનઉ ફ્રેન્ચાઈઝે પસંદ કર્યો હતો.જે સુપર જાયન્ટ્સનો સુકાની રહેશે.આ વખતે આઈપીએલમાં લખનઉ અને અમદાવાદ બે નવી ટીમોનો સમાવેશ થયો છે.આઈપીએલની અમદાવાદ ટીમે હાર્દિક પંડ્યાને કપ્તાન બનાવ્યો છે.જ્યારે સંજીવ ગોએન્કાના આરએસપીજી ગ્રુપે લખનઉ ફ્રેન્ચાઈઝને રૂ.7,090 કરોડમાં ખરીદી હતી,જ્યારે સીવીસી કેપિટલ પાર્ટનર્સે રૂ.5,625 કરોડમાં અમદાવાદની ફ્રેન્ચાઈઝને ખરીદી હતી.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved