Error: Server configuration issue
આઇ.પી.એલની ૧૪મી સિઝનની શરૂઆત પહેલાં ચેન્નઇની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.જેમાં ચેન્નઈનો ઝડપી બોલર જોશ હેઝલવુડ સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.જ્યારે તેની જગ્યાએ ચેન્નઇ સુપર કિંગ્સે જેસન બેહરેનડોર્ફને ટીમમાં સામેલ કર્યો છે.આમ ઓસ્ટ્રેલિયા માટે ૧૧ વન-ડે અને ૭ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા ડાબા હાથના ઝડપી બોલર બેહરેનડોર્ફ તેના કરિયરમાં બીજીવખત આઇ.પી.એલમાં રમતો જોવા મળશે.આ પહેલાં તે વર્ષ ૨૦૧૯માં મુંબઇ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે.મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઇ સુપર કિંગ્સ આઇ.પી.એલમાં ત્રણ વખત ખિતાબ જીતી ચૂકી છે.જે બાદ તે ચોથી વખત જીત મેળવવા માટે ૧૦ એપ્રિલે પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved