ફ્રાન્સના રફાલ-એમ હવાઈ જહાજનું ભારતીય નૌકાદળ પરીક્ષણ કરશે. આઈએનએસ વિક્રાંત ઓગસ્ટ-2022માં ભારતીય નૌકાદળમાં સામેલ થશે. જેમાં તૈનાત થઈ શકે એવા શક્તિશાળી મેરિટાઈમ ફાઈટરની શોધ ભારતે ચલાવી છે. ભારતીય નૌકાદળ આગામી 6 જાન્યુઆરીથી ગોવાના દરિયામાં ફ્રાન્સના રફાલ મેરિટાઈમ ફાઈટરનું પરીક્ષણ હાથ ધરશે. આ મેરિટાઈમ હવાઈ જહાજને ભારતના સ્વદેશી યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંતમાં તૈનાત કરવાની વિચારણા ચાલી રહી છે.ફ્રાન્સ પાસેથી પાંચ રફાલ-મેરિટાઈમ ફાઈટર્સ લીઝ ઉપર મેળવવાની વિચારણા થઈ રહી છે. તે ઉપરાંત ભારતીય નૌકાદળ અમેરિકાના એફ-18 હોર્નેટનું પરીક્ષણ કરવાની દિશામાં આગળ વધશે. અમેરિકાના બોઈંગનો હિસ્સો બનેલા આ વિમાન પહેલાં મેકડોનેલ ડગ્લાસના નામે ઓળખાતા હતા. પરંતુ હવે એ કંપની બોઈંગનો હિસ્સો બની ગઈ છે. જેનું એફ-18 હોર્નેટ મલ્ટિ રોલ કોમ્બેટ જેટ છે.આઈએનએસ વિક્રાંત 15મી ઓગસ્ટ-2022ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ થાય તે પહેલાં ભારત મેરિટાઈમ ફાઈટર્સની તલાશ કરે છે. તેના ભાગરૂપે ફ્રાન્સના રફાલ-એમનું પરીક્ષણ થશે. ડીઆરડીઓ સ્વદેશી મેરિટાઈમ ફાઈટર વિકસાવવા માટે પ્રયાસો કરે છે, પરંતુ એ પ્રોજેક્ટમાં હજુ થોડો સમય લાગે તેમ હોવાથી ભારત વિદેશી મેરિટાઈમ ફાઈટર્સને લીઝ પર લેવાનું વિચારે છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved