કોરોના સામે ચાલી રહેલા જંગમાં હવે ભારતમાં કોરોનાનુ સંક્રમણ ઘટી રહ્યુ હોય તેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.જેમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલી મહામારી વચ્ચે ભારતનુ એક રાજ્ય સત્તાવાર રીતે કોરોના મુક્ત બન્યુ છે.જેમાં આંદામાન નિકોબારમાં હાલમાં કોરોનાનો એકપણ કેસ નથી.
કોરોનાના જે છેલ્લા ચાર દર્દીઓ હતા તે પણ પૂરી રીતે સાજા થઈ ગયા છે.આમ 4932 કેસ નોંધાયા હતા અને તેમાંથી 62 લોકોના મોત થયા હતા.જોકે આંકડા બતાવી રહ્યા છે કે છેલ્લા 6 દિવસથી આંદામાન નિકોબારમાં કોરોનાનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી.જેમાં છેલ્લા 24 કલાકમાં એકપણ વ્યક્તિનુ મોત પણ થયુ નથી.
જોકે કેરલમાં સ્થિતિ સારી નથી.કેરાલામાં હાલમાં દેશના કુલ કેસ પૈકીના 50 ટકા જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.હાલમાં રાજ્યમાં કોરોનાના 70,000 જેટલા દર્દીઓ છે.આમ સમગ્ર દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 1.61 લાખ જેટલી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved