લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય મહિલા ટીમ 7 વર્ષ બાદ ટેસ્ટ રમશે,આજથી ઈંગ્લેન્ડ સામે મુકાબલો થશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આવતીકાલે સાત વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ મેચ રમવા માટે ઉતરશે.જેમાં બ્રિસ્ટલમાં રમાનારી એકમાત્ર ટેસ્ટમાં ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે.આમ મિતાલી રાજની આગેવાની હેઠળની મહિલા ક્રિકેટ ટીમ કોરોનાના કારણે ભારત અને ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટાઈન વિઘ્નોને પાર કરીને મેદાન પર ઉતરશે.આમ ભારતીય સમય પ્રમાણે આવતીકાલે ૩.૩૦ વાગ્યાથી ટેસ્ટનો પ્રારંભ થશે.આમ છેલ્લે ભારતીય મહિલા ટીમ નવેમ્બર,2014માં ટેસ્ટ મેચ રમી હતી.આમ ઘરઆંગણે મૈસુરમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે પ્રવાસી સાઉથ આફ્રિકાની મહિલા ટીમને એક ઈનિંગ્સથી પરાજય આપ્યો હતો.