ભારતીય ક્રિકેટ ટીમ જૂલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જવાની છે.જ્યાં તે વન-ડે અને ટી-20 શ્રેણી રમવાની છે.આમ શ્રીલંકા પ્રવાસે ભારતીય ટીમના યુવા ખેલાડીઓ જશે કેમકે ભારતીય ટીમના 20 ખેલાડીઓની ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે રહેશે.જ્યાં તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમ્યા બાદ ઈંગ્લેન્ડ સામે જ ટેસ્ટ શ્રેણી પણ રમશે.આમ સીનિયર ખેલાડીઓના ઈંગ્લેન્ડમાં રહેવાને કારણે ભારતની બેન્ચ સ્ટ્રેન્થ અને વન-ડે તેમજ ટી-20 સ્પેશ્યાલિસ્ટ ખેલાડીઓ શ્રીલંકાના પ્રવાસે જશે.ત્યારે શ્રીલંકા પ્રવાસ પર શિખર ધવન ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે છે.આમ આ સિવાય સુકાનીની રેસમાં હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર પણ રહેલા છે.
આમ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે.જેમાં વન-ડે શ્રેણીની પ્રથમ વનડે 13 જૂલાઈ,બીજી 16 જૂલાઈ અને ત્રીજી 19 જૂલાઈએ રમાશે.જ્યારે ટી-20 શ્રેણીની પ્રથમ મેચ 22 જૂલાઈ,બીજી 24 જૂલાઈ અને ત્રીજી 27 જૂલાઈએ રમાશે.ત્યારે ટીમ ઈન્ડિયા આગામી 5 જૂલાઈએ શ્રીલંકા પહોંચશે અને 28 જૂલાઈએ ભારત પરત ફરશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved