લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય ટીમને દ.આફ્રિકા સામે સિરીઝ હાર્યા બાદ દંડ પણ ભરવો પડશે

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં હારી ગઈ હતી.ત્યારબાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારતીય ટીમના કેપ્ટન સહિત બાકીના ખેલાડીઓની મેચ ફી કાપવાનો આદેશ આપ્યો છે.ત્રીજી વન-ડેમાં સ્લો ઓવરરેટના કારણે ભારતીય ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે.જેમાં ભારતીય ટીમના ખેલાડીઓની 40-40 ટકા મેચ ફી કાપવામાં આવી છે.ભારતીય ટીમે સમયમર્યાદામાં માત્ર 48 ઓવર ફેંકી હતી.ત્યારે ભારતીય ટીમ દ્વારા છેલ્લી બે ઓવર ફેંકવામાં મોડું થયું હતું. જેના કારણે ભારતને દંડ ફટકારવામાં આવ્યો છે. એક ઓવર માટે ખેલાડીઓની મેચ ફીના 20 ટકા કાપવામાં આવે છે,જ્યારે ભારતે બે ઓવર મોડી નાંખી તો ટીમના ખેલાડીઓની મેચ ફીના 40-40 ટકા કાપવામાં આવશે.