ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ચાર વર્ષ જૂના ટેલીકોમ સાહસ રિલાયન્સ જિયોએ ફેરારી અને કોકાકોલા બાદ વૈશ્ર્વિક સ્તરે પાંચમી સૌથી મજબૂત બ્રાન્ડ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.ત્યારે હવે એ એપલ,એમેઝોન અને અલીબાબા જેવી કંપનીઓ કરતાં પણ આગળ નીકળી ગઈ છે.બ્રાન્ડ ફાઈનાન્સની વિશ્વની સૌથી મજબૂત ગ્લોબલ 500 બ્રાન્ડના રેન્કીંગ્સમાં સૌથી મૂલ્યવાન અને મજબૂત વૈશ્વિક બ્રાન્ડના વાર્ષિક અહેવાલ અનુસાર ચાઈનીઝ મોબાઈલ એપ વીચેટને પ્રથમ સ્થાન મળ્યું છે.
આમ વર્ષ 2016માં સ્થાપવામાં આવેલી જિયો ટુંકસમયમાં 400 મિલીયન જેટલા સબસ્ક્રાઈબર્સ સાથે દેશની સૌથી વિશાળ અને વિશ્વની ત્રીજી સૌથી મોટી મોબાઈલ નેટવર્ક ઓપરેટર બની છે એમ તેમણે જણાવ્યું હતું.જિયો દ્વારા મુકેશ અંબાણીએ ટેલીકોમ વ્યવસાય ક્ષેત્રે પુન:પ્રવેશ કર્યો હતો અને મોબાઈલ ફોન માટે ફ્રી વોઈસ કોલિંગ અને ડર્ટ ચિપ ડેટા ઓફર કર્યા હતા.એના અવિશ્વસનીય પોષણક્ષમ પ્લાન માટે જાણીતી જિયોએ લાખો યુઝર્સને વિનામૂલ્ય 4જી ઓફર કરીને દેશભરમાં હલચલ મચાવી દીધી હતી.આ સાથે જ ભારતીયો દ્વારા ઈન્ટરનેટના થતા વપરાશ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું હતું, જે જિયો ઈફેકટ તરીકે ઓળખાય છે એમ વિશ્વની અગ્રણી બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી બ્રાન્ડ ફાઈનેન્સે જણાવ્યું હતું.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved