લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીએ અલંગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યુ

ભાવનગરના અલંગ ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ઇસ.1983થી આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે.ત્યારે અલંગ ખાતે રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે. જેમાં અલંગ તેમજ આસપાસના 30થી વધુ ગામના લોકો તથા અન્ય તાલુકાના લોકો આરોગ્યસેવા માટે આવી રહ્યા છે.ત્યારે રેડક્રોસ દ્વારા અલંગમાં વધુ સારી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.વર્તમાનમાં અલંગ ખાતે મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ,પ્રાયમરી હોસ્પિટલ અને મોબાઈલ હેલ્થ યુનિટ કાર્યરત છે.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે અલંગના તમામ પ્લોટ હોલ્ડર્સ અને શિપ રિસાયકલિંગ એસોસિએશનનો અને આસપાસના ગામના સરપંચોનો ખુબ સારો સહકાર મળ્યો હતો.જેમાં 99 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાના કાર્યમાં આહુતિ આપી હતી.