લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતની ટીમનો ક્વોરેન્ટાઇનનો સમયગાળો પૂર્ણ થતાં નેટ પ્રેક્ટિસનો પ્રારંભ કર્યો

ભારતીય ક્રિકેટ ટીમને ચેન્નઈમાં છ દિવસનો ક્વોરેન્ટાઇન સમયગાળો પૂરો કરીને મંગળવારથી નેટ પ્રેક્ટિસનો પ્રારંભ કરી દીધો છે.ત્યારે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટની શ્રેણીની પહેલી ટેસ્ટ ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમ પર શુક્રવારથી શરૂ થવાની છે.ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે જ નેટપ્રેક્ટિસ સેશન શરૂ કર્યુ હતું.

આમ નેટપ્રેક્ટિસ સેશનના પ્રથમ દિવસે કોચ રવિ શાસ્ત્રીએ ટીમના ખેલાડીઓને આવકાર્યા હતા અને બધા સાથે વાત કરી હતી.કેપ્ટન કોહલીએ પણ ખેલાડીઓ સાથે ટૂંકા સંવાદ પછી પ્રેક્ટિસ શરૂ કરી હતી.આમ બેટ્સમેન અને બોલરો એમ બે જૂથમાં પ્રેક્ટિસ કરવામાં આવી હતી.જ્યારે વિકેટકીપર પંત પાસે વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.ભારતની સ્પિનને અનુકૂળ પીચ પર પંત માટે વિકેટકીપિંગ કરવું વધુ અઘરૂ પુરવાર થશે તેમ માનવામાં આવી રહ્યુ છે તેથી સહાને ટીમમાં તેના સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટેસ્ટ ઇજાના લીધે ગુમાવનારા બુમરાહ અને અશ્વિન પણ પૂરેપૂરા સાજા થઈ ચૂક્યા છે.જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ગ્લેડિયેટરની જેમ શરીર પર બોલ ઝીલનારા પૂજારાને કોઈ મોટી ઇજા નથી પરંતુ તે ઇજાના ઘસરકા છે.આમ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં કોહલી અને પૂજારા ભારતની બેટિંગનો આધારસ્તંભ માનવામાં આવે છે.આમ ઇંગ્લેન્ડે છેલ્લો પ્રવાસ ખેડયો ત્યારે આ બંને ખેલાડીઓએ રનોના ખડકલા કર્યા હતા.જેમાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં કોહલીએ ૧૧૦ની સરેરાશે ૬૫૫ અને ચેતેશ્વર પૂજારાએ ૪૦૧ રન કર્યા હતા.જેમાં ભારતે શ્રેણી ૪-૦થી જીતી હતી.જ્યારે બોલિંગમાં ભારતનો આધાર ફાસ્ટ બોલિંગમાં બુમરાહ અને સિરાજ ઉપરાંત સ્પિનમાં અશ્વિન અને કુલદીપ યાદવ પર રહેશે.

આ સિવાય કોહલી પરત ફરતા સ્વાભાવિક રીતે હવે તે જ કેપ્ટન છે.જ્યારે રહાણે વાઇસ કેપ્ટન રહેશે.આ વખતે ઓપનર શુબમન ગિલ પાસેથી પણ સારા દેખાવની આશા રાખવામાં આવે છે.ત્યારે તેણે કહ્યું હતું કે ક્વોરેન્ટાઇન પૂરુ કર્યા પછી નેટપ્રેક્ટિસ સેશનમાં ઉતરતા ઘણી રાહત અનુભવાતા ખેલાડીઓએ આજે આકરી નેટપ્રેક્ટિસ કરી હતી.