ભારતીય ટીમ આવતા વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશની મુલાકાત લેશે.જે પ્રવાસમાં ટીમ 2 ટેસ્ટ અને 3 વનડે મેચ રમશે.આમ ભારતીય ટીમ લાંબાસમય બાદ બાંગ્લાદેશના પ્રવાસે જશે.આમ ટીમ છેલ્લે વર્ષ 2015માં બાંગ્લાદેશ ગઈ હતી.આમ ગયા વર્ષે કોરોનાને કારણે લોકડાઉન થતાં કેટલીક ક્રિકેટ ઇવેંટ મુલતવી રાખવામાં આવી હતી.ત્યારે મુલતવી રાખવામાં આવેલી શ્રેણીઓ,આગામી 2 વર્ષમાં રમાડવામાં આવશે. ત્યારે ભારતીય ટીમનો આગામી વર્ષના પ્રારંભથી જ વ્યસ્ત કાર્યક્રમ છે.
જેમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ જાન્યુઆરીમાં ભારતનો પ્રવાસ કરશે.જેમાં તે 3 વનડે અને 3 ટી-20ની શ્રેણી રમશે,તે પછી શ્રીલંકાની ટીમ ફેબ્રુઆરી -માર્ચમાં ભારતના પ્રવાસે આવશે,જેમાં શ્રીલંકા સાથે ભારતીય ટીમ 3 ટેસ્ટ અને 3 વનડે મેચની શ્રેણી રમશે,ત્યારબાદ ભારતીય ટીમ મર્યાદિત ઓવરોની શ્રેણી રમવા માટે જૂન-જુલાઈમાં ઇંગ્લેન્ડ જશે.જ્યાં ટીમ ઈંગ્લેન્ડ સામે 3 વનડે અને 3 ટી-20 મેચની શ્રેણી રમશે.ત્યાંથી ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે,જ્યાં જુલાઈ-ઓગસ્ટમાં વેસ્ટઇન્ડીઝ સાથે ટીમ ઇન્ડિયા 3 વનડે અને 3 ટી -20 રમશે.ત્યારબાદ એશિયા કપ સપ્ટેમ્બરમાં યોજાવાનો છે.ત્યારબાદ ભારતીય ટીમ સપ્ટેમ્બર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સાથે ભારતે 4 ટેસ્ટ અને 3 વનડેની શ્રેણી રમવાની છે.નવેમ્બરમાં બાંગ્લાદેશની મુલાકાત લેશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved