ભારતમાં પ્રથમ મળેલા કોરોના વાયરસનાં બી-1 617.2 વેરીએન્ટને નવુ નામ મળ્યુ છે.જે બાબતે વિશ્વ સ્વાસ્થ્ય જણાવ્યું છે કે બી1 617.2 ડેલ્ટાના નામથી ઓળખાશે.આમ કોરોનાના બે સ્વરૂપોની ઓળખ સૌપ્રથમ ઓકટોબર 2020માં ભારતમાં થઈ હતી.આમ વર્તમાન સમયમાં કોરોનાના વેરીએન્ટને દેશોનાં નામ સાથે જોડવાને લઈને વિવાદ થયો હતો.ત્યારે વેરીએન્ટની ઓળખ માટે ડબલ્યુએચઓએ ગ્રીક આલ્ફાબેટનાં આધારે દુનિયાના બીજા દેશોમાં મળેલા વેરીએન્ટનું નામકરણ કર્યું છે.જેમાં સપ્ટેમ્બર 2020માં બ્રિટનમાં સૌપ્રથમવાર મળી આવેલા કોરોના વાયરસના બી 1.1.7 વેરીએન્ટને આલ્ફા નામ આપવામાં આવ્યુ છે,જયારે દ.આફ્રિકામાં મળેલ બી-1 351ને બીટા નામ આપ્યું છે,નવેમ્બર 2020માં સૌપ્રથમ દ.આફ્રિકામાં મળી આવેલ પી 1 વેરીએન્ટ ગામા તરીકે ઓળખાશે.આ સિવાય માર્ચ 2020માં મળેલ વેરીએન્ટ બી 1.427/બી 1.429ને એપલિસન,એપ્રિલ 2020માં બ્રાઝીલમાં મળેલ પી-2 ને જીટા,બી.1525 વેરીએન્ટને ઈટા,ફીલીપીન્સમાં મળેલ પી.3 વેરીએન્ટને થીટા, નવેમ્બર 2020માં અમેરિકામાં મળેલ બી.1,526 ને લોટા નામ અપાયુ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved