ભારતીય-અમેરિકન ભવ્યા લાલને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે.આમ ભવ્યા લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય પણ છે અને બાઈડેન તંત્રમાં એજન્સીમાં પરિવર્તન સંલગ્ન કામગીરી પર દેખરેખ રાખે છે.
અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા પાસે એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો બહોળો અનુભવ છે.તે સ્પેસ ટેક્નોલોજી અને પોલીસી સોસાયટીની સક્રિય સભ્ય છે.આમ નાસાએ એક નિવેદનમાં કહ્યું હતું કે,વરિષ્ઠ એજન્સી હોદ્દાઓ માટે નિમણૂક અંગે કેટલાક નામો આપ્યા છે. ભવ્યા લાલ એજન્સીમાં કાર્યકારી પ્રમુખ તરીકે જોડાયા છે.ફિલિપ થોમ્પસન વ્હાઈટ હાઉસના સંપર્ક તરીકે કામ કરશે.એલિસિયા બ્રાઉન વિધાનસભા તેમજ આંતર સરકારી મામલાઓના કાર્યાલયના સહાયક સંચાલક તરીકે કામ કરશે અને માર્ક એટાઈકની એજન્સીના સંચાર કાર્યાલયના સહાયક સંચાલક તરીકેની જવાબદારી રહેશે.
આમ ભવ્યા લાલ વર્ષ 2005 થી 2020 સુધી ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન સ્ટાફના સભ્ય તરીકે કામ કરવા ઉપરાંત એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો વ્યાપક અનુભવ ધરાવે છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved