લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય હવાઈદળ રૂ.11,000 કરોડમાં અવાક્સ પ્લેન ખરીદશે

ભારતીય હવાઈદળ 11,000 કરોડમાં 6 અત્યાધુનિક એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ પ્લેન ખરીદશે. જેની કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઈ છે. એર ઇન્ડિયાના જરીપુરાણા એ-321 જેટલાઇનરનું ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેડ ઇન ઇન્ડિયા આધુનિક રડારમાં રૂપાંતર કરવામાં આવશે. આ ઉપરાંત વર્તમાન સમયમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્ટીયર્ડ અવેનુ આધુનિકીકરણ કરશે અને તેને હવાઇદળ દ્વારા ગોઠવાયેલા બે નેત્ર એરબોર્ન વોર્નિંગ એરક્રાફ્ટમાં ગોઠવવામાં આવશે. ભારતીય હવાઇદળ પાસે રશિયા પાસેથી મેળવેલા 3 મોટા એ-૫૦ ઇ.આઇ એરક્રાફ્ટ છે,જેના પર ઇઝરાયેલી ઇ.એલ-ડબલ્યુ- 2009 ફાલ્કન રાડાર સિસ્ટમ ગોઠવાઈ છે.