લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ભારતમાં વિશ્વનો સૌથી મોટો મોબાઇલ રોબોટિક પ્લાન્ટ સ્થપાશે

ભારતીય કંપની એડવર્બ ટેક્નોલોજી વિશ્વની સૌથી મોટી મોબાઇલ રોબોટિક્સ ફેક્ટરી સ્થાપવા જઇ રહી છે.જેની વાર્ષિક ક્ષમતા 5 લાખ રોબોટ મેન્યુફેક્ચરિંગની હશે.આ સાથે એડવર્બ કદની દ્રષ્ટિએ ચીની કંપનીઓને ટક્કર આપશે.આ કંપની જટિલ રોબોટ બનાવવામાં ભારતની સોફ્ટવેર ખાસીયતોનો ઉપયોગ કરી રહી છે.જેથી વૈશ્વિક બજારને સપ્લાય કરી શકાય.આમ વર્ષ 2016માં સ્થપાયેલી એડવર્બને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું સમર્થન પ્રાપ્ત છે.જેણે 54 ટકા હિસ્સો ખરીદવા માટે 13.2 કરોડ ડોલરનું રોકાણ કર્યુ છે.એડવર્બની ફેક્ટરીની હાલની ક્ષમતા 50,000 રોબોટના નિર્માણની છે,જેની પાસે 18 મહિના સુધીના ઓર્ડર છે.આમ છેલ્લા નાણાંકીય વર્ષે ભારતમાં માત્ર 1500 રોબોટ જ વેચાયા હતા.જેમાં મોબાઇલ રોબોટ ઓટોમેટેડ,ગાઇડેડ વ્હીકલ અને સોર્ટિંગ રોબોટ સામેલ છે.