ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કોલકાતામાં આગામી 16 ફેબ્રુઆરીથી આયોજિત ટી-20 સિરીઝ માટે બંગાળ સરકારે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાની જાહેરાત કરી છે.જેમાં બંગાળ સરકારના કહેવા મુજબ 75% દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.આ અગાઉ ગત વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સાથે ટી-20 સિરીઝની ત્રણેય મેચ માટે બંગાળ સરકારે 70% દર્શકોને પ્રવેશ આપવાની અનુમતિ આપી હતી.જેમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ અભિષેક દાલમિયાએ બંગાળ સરકાર વતી વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સિરીઝ માટે દર્શકોને પ્રવેશ આપવા બદલ બંગાળ સરકારનો આભાર માન્યો હતો.આ સિવાય કોરાનાને કારણે ટીમ બાયોબબલમાં રહેવાની હોવાને કારણે ટીમ સાથે કોઈપણ સ્થાનિક ખેલાડીઓ નેટબોલર તરીકે જોડાશે નહી.બીજીતરફ વિન્ડીઝની ટીમના ખેલાડીઓ મંગળવાર સુધીમાં અમદાવાદ આવી જશે.વન-ડે સીરિઝ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 3 જુદી-જુદી પિચ તૈયાર કરવામા આવશે.જેમાં વન-ડે સીરિઝને કારણે જીસીએના અધિકારીઓ અને સ્ટાફનો આગામી સપ્તાહમાં 3 વાર કોરોના ટેસ્ટ કરવામા આવશે.જેમાં બંને ટીમો વચ્ચે અમદાવાદ ખાતે 6,9 અને 11 ફેબ્રુઆરીએ વન-ડે મેચો રમાશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved