લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય અંડર-19 ટીમે વિશ્વકપમાં ઈતિહાસ રચ્યો

આઈસીસી અંડર-19 વિશ્વકપ 2022નો બીજો સેમીફાઈનલ મુકાબલો ભારતીય અંડર-19 ટીમ અને ઓસ્ટ્રેલિયાઈ અંડર-19 ટીમ વચ્ચે એન્ટિગુઆ ખાતે કૂલીઝ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયો હતો.જેમાં ભારતીય ટીમે વિપક્ષી ટીમને 96 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.જેમાં ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલ મુકાબલામાં મળેલી આ મોટી જીતની સાથે ભારતીય ટીમ આઈસીસી અંડર-19 વિશ્વકપ ફાઈનલ માટે સતત ચારવાર ક્વોલિફાઈ થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.આમ ભારતીય ટીમે સૌપ્રથમ વર્ષ 2000માં ફાઈનલની ટિકિટ મેળવી હતી.ત્યારબાદ ટીમે વર્ષ 2006,2008,2012,2016,2018,2020, અને વર્ષ 2022માં ફાઈનલમાં પ્રવેશ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.ટીમ ઈન્ડિયાએ આ સમયગાળા દરમિયાન વર્ષ 2000,2008,2012 અને 2018માં આઈસીસી અંડર-19 વિશ્વકપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો,જ્યારે તેમને વર્ષ 2006,2016 અને વર્ષ 2020માં ફાઈનલ મુકાબલામાં નિરાશા મળી હતી.આમ આઈસીસી અંડર-19 વિશ્વકપ 2022નો ફાઈનલ મુકાબલો આગામી 5 ફેબ્રુઆરીએ રમાશે.જેમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ અંડર-19 ટીમની સાથે છે.આ ટીમ ઈન્ડિયાનો પાંચમો આઈસીસી અંડર-19 વિશ્વકપ ખિતાબ હશે.