લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતે પ્રલય મિસાઈલનુ સફળ પરિક્ષણ કર્યુ

ભારતે જમીન થી જમીન પર પ્રહાર કરતી પ્રલય મિસાઈલનુ સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ છે. જે મિસાઈલ 150 કિમીથી માંડીને 500 કિલોમીટર સુધીનુ લક્ષ્ય ભેદવા માટે સક્ષમ છે. ત્યારે આજે ડીઆરડીઓ દ્વારા પરિક્ષણ અંગે જાણકારી આપવામાં આવી હતી. જે પ્રમાણે પરિક્ષણ ઓરિસ્સા તટ પર કરવામાં આવ્યુ હતુ.આ મિસાઈલમાં સોલિડ ફ્યુલનો ઉપયોગ થાય છે.આમ પરિક્ષણ દરમિયાન મિસાઈલે તમામ પ્રકારના ટેસ્ટ સફળ રીતે પૂર્ણ કર્યા હતા.પ્રલય મિસાઈલ 500 થી 1000 કિલોગ્રામ સુધીના બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે.મિસાઈલના પરિક્ષણ દરમિયાન તેના પર સતત નજર રાખવામાં આવી હતી અને તેણે પોતાના લક્ષ્યને સચોટ રીતે ભેદયુ હતુ.