લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતને રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમ મળશે

ભારતને રશિયા તરફથી S-400 મિસાઇલ સિસ્ટમની પ્રથમ ખેપ પ્રાપ્ત થવાની છે.ત્યારે રશિયાના સરકારી શસ્ત્ર નિકાસકાર રોસોબોરાન એક્ષ્પોર્ટના અધિકારીએ જણાવ્યુ હતું કે ભારતને આ મિસાઇલ સિસ્ટમ્સ ઓક્ટોબર-ડિસેમ્બર સુધીમાં મળી જશે.આમ S-400એ રશિયાની સૌથી અદ્યતન સપાટીથી હવામાં માર કરનારી લાંબાઅંતરની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે.આમ આ ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ 400 કિલોમીટરનાં અંતરથી દુશ્મન વિમાનો,મિસાઇલો અને ડ્રોનને નષ્ટ કરવામાં સક્ષમ છે.આમ ઓક્ટોબર 2018મા ભારતે રશિયા સાથે S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનાં 5 યુનિટ 5 અબજ ડોલરમાં ખરીદવાનાં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.આમ ભારતે આ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે 2019માં 80 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવ્યો હતો.