ભારત-દ.આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બઉમાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી છે. ત્યારે આ મેચમાં રોહિત શર્માની ગેરહાજરી દરમિયાન કે.એલ.રાહુલને ટીમની કમાન સોપવામાં આવી છે.વનડે કેપ્ટનશિપમાંથી હટાવાયા પછી વિરાટ કોહલી પ્રથમવાર એક ખેલાડી તરીકે મેદાનમાં રમતો જોવા મળશે. કોહલીએ છેલ્લીવાર એક ખેલાડી તરીકે વર્ષ 2016માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચ રમી હતી.જ્યારે બીજીતરફ કે.એલ.રાહુલ વનડે મેચમાં ભારતનું નેતૃત્વ કરનારો 26મો ભારતીય ક્રિકેટર બની ગયો છે.રાહુલ દ.આફ્રિકામાં વનડેથી કેપ્ટનશિપની શરૂઆત કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આની પહેલા કોઈપણ ભારતીય ક્રિકેટરે દ.આફ્રિકામાં વનડેની કેપ્ટનશિપનો શુભારંભ કર્યો નથી.ભારતીય ટીમ- કે.એલ.રાહુલ (કેપ્ટન),શિખર ધવન,વિરાટ કોહલી,શ્રેયસ અય્યર,રિષભ પંત,વેંકટેશ અય્યર,શાર્દૂલ ઠાકુર,રવિચંદ્રન અશ્વિન,ભુવનેશ્વર કુમાર,જસપ્રીત બુમરાહ,યુઝવેન્દ્ર ચહલ. સાઉથ આફ્રિકા ટીમ- ક્વિંટન ડિકોક,યાનેમન મલાન,એડન માર્કરમ,રેસી વાન ડેર ડૂસેન,તેમ્બા બઉમા,ડેવિડ મિલર,એન્ડિલે ફેહલુકવેઓ,માર્કો જેન્સન,કેશવ મહારાજ, તબરેઝ શમ્સી,લુંગી એન્ગિડીનો સમાવેશ કરાયો છે.પાર્લના બોલેન્ડ પાર્કની પિચ બોલર અને બેટર બંનેને મદદરૂપ રહેશે.પરંતુ ઈનિંગની શરૂઆતની ઓવરમાં પેસર્સને પિચથી વધુ મદદ મળશે,ત્યારપછી પિચ સ્લો થતી જશે.જેના કારણે બીજી ઈનિંગમાં જે ટીમ બોલિંગ કરશે તેના સ્પિનર્સને ફાયદો થઈ શકે છે. આમ અત્યારસુધી 13 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે,જેમાં પ્રથમ બેટિંગ કરતી ટીમે 7 મેચ તથા બીજી બેટિંગ કરતી ટીમે 5 મેચ જીતી છે.જેમાં કોહલી પાસે ગાંગુલી,દ્રવિડ અને તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક છે. કોહલી 1287 રન,રાહુલ દ્રવિડ 1309 રન અને સૌરવ ગાંગુલી 1313ને ઓવરટેક કરવા માટે 27 રનની જરૂર છે.જો તેઓ આટલા રન કરવામાં સફળ રહે તો તે દ.આફ્રિકા સામે વનડે મેચમાં સૌથી વધુ રન કરનારો પાંચમો ખેલાડી બની જશે.વિરાટ કોહલી આ મેચમાં જો 9 રન કરી લેશે તો તે સચિનનો વિદેશી પિચ પર વનડેમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ તોડી દેશે.તેંડુલકરે વિદેશી પિચ પર 5065 રન કર્યા છે,જ્યારે કોહલીના 5057 રન છે.રિષભ પંતે વનડેમાં 48 ચોગ્ગા માર્યા છે.આ મેચમાં 2 ચોગ્ગા મારતાની સાથે તે વનડેમાં ચોગ્ગાની ફિફ્ટી પૂરી કરશે.જ્યારે ચહલ પાસે વનડેમાં 100 વિકેટની સદી પૂરી કરવાની તક છે.ત્યારે તે પ્રથમ વનડે મેચમાં 3 વિકેટ લેતાની સાથે યુઝવેન્દ્ર ચહલ વનડેમાં 100 વિકેટ લેનારો બોલર બની જશે. આ પહેલા મોહમ્મદ શમીએ 56 મેચમાં સૌથી ઝડપી 100 વિકેટ લીધી છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved