ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કેસો વધી રહ્યા છે.આવા સંજોગોમાં અમેરિકી ટેક કંપની ગૂગલે ભારતને કોવિડ-19 સામે લડવા 135 કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી છે.જે ભારતમાં મેડિકલ સપ્લાય તેમજ કોવિડ-19થી પ્રભાવિત કુટુંબની મદદ માટે હશે.આમ પિચાઈએ લખ્યું હતું કે ભારતમાં કોરોના ક્રાઈસિસ સતત વકરી રહ્યો છે.ત્યારે આ સંજોગોમાં ગૂગલમાં કામ કરનારાઓ ગીવ ઈન્ડિયા અને યુનિસેફને ભારતમાં કોવિડ-19નો સામનો કરવા 135 કરોડ રૂપિયાનું ફંડ આપશે.આમ આ ફંડમાં એડ ગ્રાન્ટ્સનો પણ સમાવેશ થાય છે.ગૂગલનો એડ ગ્રાન્ટ પ્રોગ્રામ નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન્સને ગૂગલ પર ફ્રી એડ આપવાની સુવિધા આપે છે.
આમ ગીવ ઈન્ડિયા ગૂગલ દ્વારા આપવામાં આવેલા ફંડને કોરોના મહામારીમાં ખરાબ રીતે પ્રભાવિત થયેલા પરિવારોમાં કેશ તરીકે પણ વહેંચશે.જ્યારે યુનિસેફ તેના દ્વારા ગૂગલના ફંડને મેડિકલ સપ્લાય,ઓક્સિજન અને ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટસ માટે યુટિલાઈઝ કરશે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved