દેશમાં કોરોનાના અનિયંત્રીત રીતે વધી રહેલા કેસ અને હજુ સંક્રમણ વધશે તેવા સંકેત મળતા દેશમાં વેકસીનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા અને રાજયોને વધુ ડોઝ પુરા પાડવા માટે દેશમાંથી વેકસીનની નિકાસ પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.જોકે સરકારે અગાઉ જે દેશોને વેકસીનના ડોઝ આપવા માટે વચન આપ્યુ છે તે પુરુ કરવામાં આવેલ.પરંતુ હવે કોઈ નવા નિકાસ કરાર થશે નહી અને તમામ ઉત્પાદન દેશમાં જ ઉપયોગમાં લેવાશે.
આમ ભારત અત્યારસુધીમાં 6.40 કરોડ ડોઝ વિદેશમાં નિકાસ કરી ચૂકયુ છે અને વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે નાના તથા દૂરના દેશોને પણ વેકસીન પહોચાડી છે.પરંતુ હવે દેશમાં પોઝીટીવ કેસો વધી રહ્યા છે ત્યારે સરકારે 45 વર્ષથી ઉપરના તમામ માટે વેકસીન ઉપલબ્ધ બનાવવાની જાહેરાત કરી છે.જેના કારણે દેશમાં વધુ ડોઝ ઉપલબ્ધ હોય તે જરૂરી છે.ત્યારે સરકારે બે વેકસીન નિર્માતા કંપની કોવિશિલ્ડ અને કોવિકસીનને તેના વેકસીન ઉત્પાદનમાં વેગ લાવવા જણાવ્યું છે તેમજ દેશમાં વેકસીન ઉપલબ્ધી પુરતી બને પછી ફરી કંપનીઓને નિકાસની મંજુરી અપાશે.આમ દેશના મહારાષ્ટ્ર સહિતના રાજયોમા કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે ત્યારે કેન્દ્રએ આ નિર્ણય લીધો છે.આમ સરકારે વેકસીનેશનનો દાયરો વધાર્યો તેમજ વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો પણ વધારીને વધુ લોકોને પ્રથમ ડોઝ મળી જાય તે નિશ્ચિંત કર્યુ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved