લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારત બાયોટેક 525 જેટલા બાળકો પર વેકસીનની ટ્રાયલ કરશે

દેશમાં આગામી સમયમાં બાળકોને પણ કોરોનાની વેકસીન મળી રહે તે માટે ભારત બાયોટેક દ્વારા કોવેકસીનને 2 થી 18 વર્ષના બાળકો અને ટીનેજરને યોગ્ય બનાવવા તૈયારી શરૂ થઇ છે.ત્યારે કેન્દ્ર સરકારે 525 જેટલા બાળકો પર આ વેકસીનનો પ્રયોગ કરવા મંજુરી આપી છે. આમ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણની અસર થઇ શકે તેવા વૈજ્ઞાનિક તારણો બાદ સમગ્ર દુનિયામાં બાળકોને વેકસીન આપવાની પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે.આમ અમેરીકામાં પણ બાળકો સંક્રમીત બનવા લાગતા ભારતે 2 થી 18 વર્ષની વયના લોકો માટે વેકસીન નિર્માણ કરવા તૈયારી કરી છે.જેમાં દેશના અલગ-અલગ ભાગોમાં 525 જેટલા બાળકો પર વેકસીનનો પ્રયોગ થશે.