દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોને નિયંત્રણમાં લાવવા અને સાઉદી અરેબિયાની કાચા તેલની કિંમતો ઉંચી રાખવાની મનમાનીથી બચવા માટે સરકાર અમેરિકા અને આફ્રિકા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી વધારશે.આમ ભારત કાચા તેલનો વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો આયાતક દેશ છે.ત્યારે મોદી સરકારે સાઉદી અરેબિયાને કાચા તેલનું ઉત્પાદન વધારવા આગ્રહ કર્યો હતો જેથી તેની માંગ ઘટાડી શકાય અને કિંમતો નીચે આવે.આ અગાઉ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાચા તેલની ઉંચી કિંમતો વિકાસશીલ દેશોના અર્થતંત્રને કોવિડ-19 બાદની સ્થિતિમાંથી બહાર આવવામાં અડચણરૂપ હોવાનું જણાવ્યું હતું.તે સમયે સાઉદી અરેબિયાના પેટ્રોલિયમ મંત્રી પ્રિન્સ અબ્દુલઅજીજ બિન સલમાને ભારતને સલાહ આપી હતી કે ભારતે વર્ષ 2020માં કિંમતો ઘટી ત્યારે કાચા તેલનો જે સ્ટોક ભેગો કરેલો તેનો ઉપયોગ કરવો જોઈએ.
આમ દર મહિને સાઉદીને સરેરાશ 1.48 કરોડ બેરલ કાચા તેલનો ઓર્ડર આપે છે.પરંતુ આ વખતે મે મહિના માટે 95 લાખ બેરલનો ઓર્ડર આપવામાં આવ્યો છે.સાઉદીથી તેલની આયાતમાં કાપ બાદ દેશમાં સર્જાનારી તંગી પૂરી કરવા બ્રાઝિલથી ટુપી ગ્રેડ,ગુએનાથી લિજા અને નોર્વેથી જોહન સ્વેરડ્રપ કાચુ તેલ લાવવાની સંભાવના પર વિચાર થઈ રહ્યો છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved