લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકમા સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમારે શપથગ્રહણ કર્યા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ કોંગ્રેસના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સહિત 8 ધારાસભ્યોએ આજે મંત્રીપદના શપથ લેવા જઈ રહ્યા છે.કાંતિરવા સ્ટેડિયમમાં આ સમારોહનું આયોજન થઈ રહ્યું છે જ્યાં મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી તરીકે ડી.કે.શિવકુમાર શપથ લેવાના છે.આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત વિપક્ષી દળોના ટોચના નેતાઓ હાજરી આપવા પહોંચ્યા છે.જેમાં જી.પરમેશ્વર,કે.એચ મુનિયપ્પા,કે.જે જ્યોર્જ,સતીશ જરકીહોલી,રામલિંગા રેડ્ડી,બી.જે જામરી અહેમદ ખાન,પ્રિયંક ખડગે,એમ.બી પાટીલનો સમાવેશ થાય છે.આમ આ સમારોહમાં સામેલ થનારા લોકોમા મલ્લિકાઅર્જુન ખડગે,પ્રિયંકા ગાંધી,રાહુલ ગાંધી,મહે બૂબા મુફ્તી,સ્ટાલિન,નીતિશ કુમાર,તેજસ્વી યાદવ,શરદ પવાર,સીતારામ યેચુરી,કમલ હાસન સહિત અન્ય લોકો સામેલ છે.આમ સ્વાસ્થ્ય કારણોસર સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા નથી.