લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈલુ રોબોટ રણમાં હવામાંથી પાણી બનાવશે

વિશ્વમાં રોબોટીક ટેકનોલોજીનો વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે સંશોધકોએ વધુ એક રોબોટ તૈયાર કર્યો છે જે હવામાં પાણી બનાવે છે. આમ 28 વર્ષનાં ઈજીપ્તનાં એન્જીનીયર મહમુદ અલ કોમીએ એક રોબોટ તૈયાર કર્યો છે. જે રણમાં હવામાથી પાણી બનાવે છે. આ રોબોટનું નામ ઈલુ છે. તે હવામાં હાજર ભેજને કૃત્રિમ બુધ્ધિની મદદથી પાણીમાં રૂપાંતરીત કરે છે. જે બાબતે એન્જીનીયર કોમીનો દાવો છે કે આ રોબોટ ભેજને શોષી શકે છે અને મંગળ પર પાણી બનાવી શકે છે. ઈલુને તૈયાર કરતા 9 મહિના લાગ્યા છે. આ રોબોટનો ઉપયોગ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમા કરી શકાશે. આમ આ રોબોટ ઓછા ખર્ચે વધુ પાણી ઉત્પન્ન કરે છે. આમ કોમીના જણાવ્યા મુજબ આ રોબોટ તૈયાર કરવા માટે 18 હજાર રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ઈલુમાંથી 1 લીટર પાણી તૈયાર કરવામાં 7 પૈસા લાગે છે.