વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ આગામી 7 જૂનથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલ મેદાન પર શરૂ થશે.પરંતુ તેમા વરસાદને કારણે મેચ રદ્દ થાય અથવા ફાઈનલ મેચ ડ્રો થાય તેમજ ટાઈ થાય તો કઈ ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે?આમ ભારતની આ સતત બીજી ફાઈનલ છે.જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમવાર ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમશે.ત્યારે પોઈન્ટ ટેબલમા ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ જ્યારે ભારતીય ટીમ બીજા સ્થાને છે.આ ફાઇનલ મેચ 7 જૂનથી 11 જૂન દરમિયાન યોજાવાની છે.પરંતુ તેમાં 12 જૂનનો દિવસ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે.આમ આઈ.સી.સીના નિયમો અનુસાર ફાઇનલ મેચ રદ,ડ્રો અથવા ટાઈ થશે તો એક ટીમ નહી પરંતુ બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે.
ભારતીય ટીમ- રોહિત શર્મા,શુભમન ગિલ,ચેતેશ્વર પુજારા,વિરાટ કોહલી,અજિંક્ય રહાણે,કે.એસ ભરત,રવિચંદ્રન અશ્વિન,રવિન્દ્ર જાડેજા,અક્ષર પટેલ,શાર્દુલ ઠાકુર,મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ,ઉમેશ યાદવ,જયદેવ ઉનડ,ઉમેશ યાદવ અને ઈશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ- પેટ કમિન્સ,સ્કોટ બોલેન્ડ,એલેક્સ કેરી,કેમરોન ગ્રીન,માર્કસ હેરિસ,જોશ હેઝલવુડ,ટ્રેવિસ હેડ,જોશ ઇંગ્લિસ,ઉસ્માન ખ્વાજા,માર્નસ લબુશેન,નાથન લિયોન, ટોડ મર્ફી,સ્ટીવ સ્મિથ,મિશેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નરનો સમાવેશ કરાયો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved